Posts

Showing posts from January, 2026

ગઝલ- જીવનમાર્ગ

Image
 શીર્ષક:- જીવનમાર્ગ  કાયાનું કામણ લોભામણું છે, માયાનું મારણ લલચામણું છે, જીવે જીવન જે ગુણોની સાથે, શોભે તે કેવું સોહામણું છે, તું દંભ ખોટો ના રાખ મનમાં, દંભી જીવન તો અળખામણું છે, ગમતું નથી સંસ્કારો વગર એ, લાગે જીવનમાં છીછરાપણું છે, કાયા નહીં આવે કામ છેલ્લે, જીવેલું સૌ એ છેતરામણું છે. વિજય પરમાર 'વીર' આણંદ 

કવિતા - શ્વાસોની સફર

Image
                                                            શ્વાસોની સફર        શ્વાસોની  આ છે સફર ચાલશે એ જ્યાં સુધી,        માનવી જગમાં અહીં જીવશે એ ત્યાં સુધી,       રાખશે વિશ્વાસ મનમાં અહીં એ જીતનો,       એ બળે વિશ્વાસના જીતશે એ ત્યાં સુધી,      મહેરબાની હોય છે એ ખુદાની જ્યાં સુધી,     જગમાં બંદો અહીં ફાવશે એ ત્યાં સુધી,    આનંદોને ઉત્સવોથી ભરેલું મન હશે,     જીવ ઉન્નત માહ્લો મ્હાલશે એ ત્યાં સુધી,    જો હશે સંબંધ સ્વાર્થી તમારા તે અહીં,    સ્વાર્થ એ તો સાધવા આવશે એ ત્યાં સુધી.                          - વિજય પરમાર 'વીર'