કવિતા - શ્વાસોની સફર
શ્વાસોની સફર
શ્વાસોની આ છે સફર ચાલશે એ જ્યાં સુધી,
માનવી જગમાં અહીં જીવશે એ ત્યાં સુધી,
રાખશે વિશ્વાસ મનમાં અહીં એ જીતનો,
એ બળે વિશ્વાસના જીતશે એ ત્યાં સુધી,
મહેરબાની હોય છે એ ખુદાની જ્યાં સુધી,
જગમાં બંદો અહીં ફાવશે એ ત્યાં સુધી,
આનંદોને ઉત્સવોથી ભરેલું મન હશે,
જીવ ઉન્નત માહ્લો મ્હાલશે એ ત્યાં સુધી,
જો હશે સંબંધ સ્વાર્થી તમારા તે અહીં,
સ્વાર્થ એ તો સાધવા આવશે એ ત્યાં સુધી.
- વિજય પરમાર 'વીર'

Nice 👌
ReplyDeleteThank you very much
Delete