ગઝલ- જીવનમાર્ગ
શીર્ષક:- જીવનમાર્ગ
કાયાનું કામણ લોભામણું છે,
માયાનું મારણ લલચામણું છે,
જીવે જીવન જે ગુણોની સાથે,
શોભે તે કેવું સોહામણું છે,
તું દંભ ખોટો ના રાખ મનમાં,
દંભી જીવન તો અળખામણું છે,
ગમતું નથી સંસ્કારો વગર એ,
લાગે જીવનમાં છીછરાપણું છે,
કાયા નહીં આવે કામ છેલ્લે,
જીવેલું સૌ એ છેતરામણું છે.
વિજય પરમાર 'વીર'
આણંદ

Comments
Post a Comment